સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની અરજી પર વિચાર કરવા સંમત થઈ છે. હાઈકોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ‘શિવલિંગ પર વીંછી’ ટિપ્પણી પર માનહાનિની કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.
કોંગ્રેસ નેતાના વકીલે કોર્ટમાં શું કહ્યું?
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે સાંજે 6 વાગ્યા સુધી સુનાવણી હાથ ધરી હતી. જ્યારે સામાન્ય રીતે સુનાવણી 4 વાગ્યા સુધી જ થાય છે. એક વકીલે ખંડપીઠને વિનંતી કરી કે અરજીની સુનાવણી મંગળવારે કરવામાં આવે અન્યથા કોંગ્રેસ નેતાએ તે જ દિવસે વ્યક્તિગત માનહાનિની ફરિયાદના સંબંધમાં દિલ્હીની કોર્ટમાં હાજર થવું પડશે. ચીફ જસ્ટિસે કહ્યું, ‘બસ ઈમેલ મોકલો. હું હવે તેની તપાસ કરીશ.
દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતાના નિવેદનને નિંદનીય ગણાવ્યું હતું
29 ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટે થરૂર સામેની માનહાનિની કાર્યવાહીને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન વિરુદ્ધ ‘શિવલિંગ પર વીંછી’ જેવા પ્રથમદર્શી આરોપો ઘૃણાસ્પદ અને નિંદનીય છે. વચગાળાના આદેશને રદ કરીને, તેણે સંબંધિત પક્ષકારોને 10 સપ્ટેમ્બર, મંગળવારના રોજ નીચલી કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.