Apple ભારતમાં તેના સ્ટોર્સ વધારવાની યોજના બનાવી રહી છે. કંપની આગામી દિવસોમાં પુણે, બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં ચાર નવા સ્ટોર ખોલશે. કંપનીએ કહ્યું કે તે આ મહિને તેના મેડ ઈન ઈન્ડિયા iPhone 16 Pro અને iPhone 16 Pro Maxનું વેચાણ પણ શરૂ કરવા જઈ રહી છે.
ભારતમાં Appleના નવા સ્ટોર્સ ખુલશે
Appleએ કહ્યું કે અમે ભારતમાં નવા સ્ટોર ખોલવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે આ પ્લાન દેશભરમાં iPhone માટેના ક્રેઝથી પ્રેરિત થઈને બનાવી રહ્યા છીએ.
એપલ રિટેલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડેરડ્રે ઓ’બ્રાયને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે સેવામાં સુધારો કરવા અને ગ્રાહકોના પ્રશ્નોને ઝડપથી ઉકેલવા માંગીએ છીએ. આ સ્ટોર્સ આવતા વર્ષ સુધીમાં ખોલવામાં આવે તેવી શક્યતા છે. કંપનીએ એ પણ જાહેરાત કરી કે તે હવે ભારતમાં iPhone 16 સિરીઝના સ્માર્ટફોનનું ઉત્પાદન કરશે.
આઇફોનનું ઉત્પાદન 2017માં શરૂ થયું હતું
Apple હવે ભારતમાં iPhone 16 Pro અને iPhone 16 Pro Max સહિત સમગ્ર iPhone 16 લાઇનઅપનું ઉત્પાદન કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે એપલે ભારતમાં આઈફોનનું ઉત્પાદન 2017માં શરૂ કર્યું હતું.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં બનેલા iPhone 16 Pro અને Pro Max ટૂંક સમયમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. Appleએ એપ્રિલ 2023માં ભારતમાં તેના બે સ્ટોર ખોલ્યા, પહેલો દિલ્હીમાં અને બીજો મુંબઈમાં.