ઓડિશાના કુચિંડા, સંબલપુરમાં રવિવારે મોડી સાંજે બે ટ્રક વચ્ચેની ટક્કરમાં ટ્રક ચલાવતા બંને ડ્રાઇવરો બળીને ખાખ થઈ ગયા હતા. આ અકસ્માત રવિવારે મોડી સાંજે લગભગ 7 વાગ્યે થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સંબલપુરના જામનકીરા પોલીસ સ્ટેશન વિસ્તારના કદલીપાલા વિસ્તાર પાસે NH 53 પર કન્ટેનર અને ટ્રક વચ્ચે સામસામે અથડામણ થઈ હતી.
બંને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કર બાદ બંને ટ્રકમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે ટ્રકના ચાલકો બહાર નીકળી શક્યા ન હતા અને બંનેના ઘટનાસ્થળે જ બળીને ખાખ થઈ ગયા હતા.
આ અકસ્માતમાં ટ્રકમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરનો આબાદ બચાવ થયો છે અને તેને ગંભીર હાલતમાં સંબલપુર જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, જામનકીરાથી ફાયર ફાયટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધા બાદ બંને ડ્રાઈવરના મૃતદેહને ટ્રકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
સ્થાનિક પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને કેસની તપાસ શરૂ કરી છે.