જો તમે ધનતેરસ પર સોનાની દુકાનો પર ભીડથી બચવા માંગતા હોવ તો તમે ઓનલાઈન સોનું મંગાવી શકો છો. તમે Blinkit, Swiggy Instamart અને Tata ની માલિકીની કંપની BigBasket દ્વારા 10 મિનિટમાં ઘરેથી સોનું મંગાવી શકો છો.
ગ્રાહકો શું ખરીદી શકશે?
આ તહેવારોની સિઝનમાં, બિગબાસ્કેટના ગ્રાહકો સોના અને ચાંદીના સિક્કા સાથે લક્ષ્મી-ગણેશની મૂર્તિ (999.9) ઓર્ડર કરી શકે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, બિગબાસ્કેટના ગ્રાહકો 10 ગ્રામ ચાંદીના સિક્કા, 22 કેરેટ સોનાના સિક્કા (1 ગ્રામ) અને 1 ગ્રામ તનિષ્ક 22 કેરેટ સોનાના સિક્કાનો ઓર્ડર આપી શકે છે. બિગબાસ્કેટ 10 મિનિટમાં ગ્રાહકોને સોના અને ચાંદીના સિક્કા પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે.
બિગબાસ્કેટના અધિકારીએ કહ્યું કે અમે ફૂડ વગેરે સેક્ટરમાં મજબૂત ખેલાડી છીએ. આ દિવાળીમાં બિગબાસ્કેટ તેના ગ્રાહકોની જરૂરિયાતોને 10 મિનિટમાં પૂરી કરવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે અમને આશા છે કે અમારા ગ્રાહકો સોના અને ચાંદીના સિક્કાની ડિલિવરી ઉપરાંત ઘરની અન્ય વસ્તુઓ પણ ખરીદશે.
સ્વિગીએ આ રીતે પ્રમોશન કર્યું છે
સ્વિગી દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે સોના અને ચાંદીના સિક્કા સહિત અન્ય તમામ જરૂરી વસ્તુઓ 10 મિનિટની અંદર ગ્રાહકોને પહોંચાડવામાં આવશે. કંપનીએ તેની જાહેરાતમાં 51000 રૂપિયાના ઈનામની વાત પણ કરી છે.
બ્લિંકિટે આ વર્ષે મે મહિનામાં અક્ષય તૃતીયાના અવસર પર ગોલ્ડ ડિલિવરી કરી હતી. ઉપરાંત ગ્રાહકોને સંપૂર્ણ પૂજા કીટ પણ આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, ભારતીય પરંપરામાં ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ધનતેરસના અવસર પર લોકો મોટા પ્રમાણમાં સોના અને ચાંદીના સિક્કા ખરીદતા જોવા મળે છે. જેના કારણે દુકાનોમાં ભીડ રહે છે.