શ્રીલંકાએ બીજી વનડેમાં શ્રીલંકાને ત્રણ વિકેટે હરાવ્યું હતું. આ સાથે તેણે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવીને શ્રેણી પર કબજો કર્યો હતો. આ સાથે શ્રીલંકાએ કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ન્યૂઝીલેન્ડે તાજેતરમાં જ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ભારતને 3-0થી ક્લીન સ્વિપ કર્યું હતું. જોકે, આ ટીમ શ્રીલંકામાં વનડે શ્રેણીમાં ફ્લોપ રહી હતી.
વરસાદ વિક્ષેપિત મેચમાં ન્યૂઝીલેન્ડે 45.1 ઓવરમાં તેની તમામ વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ આ લક્ષ્યાંક 46 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. વરસાદને કારણે આ મેચ 47 ઓવર પ્રતિ ઈનિંગ્સની કરવામાં આવી હતી. આ જીત સાથે શ્રીલંકાએ પોતાની જીતનો સિલસિલો જારી રાખ્યો છે.
જીતનો સિલસિલો જારી રાખતા શ્રીલંકાએ કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. ઘરઆંગણે શ્રીલંકાની આ સતત છઠ્ઠી વનડે શ્રેણી જીત છે. આ શ્રીલંકાની વનડેમાં અત્યાર સુધીની સૌથી લાંબી જીતનો ક્રમ છે. અગાઉ, તેણે 1997 થી 2003 સુધી ઘરઆંગણે પાંચ વનડે શ્રેણી જીતી હતી. 2014 પછી પ્રથમ વખત શ્રીલંકાએ 2024 કેલેન્ડર વર્ષમાં પાંચ દ્વિપક્ષીય શ્રેણી જીતી છે. 2012 પછી ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાની આ પ્રથમ વનડે શ્રેણી જીત છે. શ્રીલંકાની ઘરઆંગણે હાર્યા વિના આ સતત 10મી દ્વિપક્ષીય શ્રેણી જીત છે. આ પહેલા તે વર્ષ 2021માં ઘરઆંગણે ODIમાં હારી ગઈ હતી.
મેચ આવી હતી
ન્યુઝીલેન્ડ માટે માર્ક ચેપમેને 81 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય મિચેલ હેએ 49 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે અણનમ 74 રન બનાવ્યા હતા. તેણે મહિષ તિક્ષાના સાથે આઠમી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી હતી. ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે આઠમી વિકેટ માટે શ્રીલંકાની આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે.