ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2025 (ઓટો એક્સ્પો) 17 જાન્યુઆરીએ મંડપમ, દિલ્હી ખાતે શરૂ થશે. તે જ સમયે, ઓટો એક્સ્પો 18મીએ દિલ્હીની યશોભૂમિ ખાતે અને 19મીએ ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો સેન્ટર અને માર્ટમાં શરૂ થશે. આ વખતે આ ત્રણ સ્થળોએ 40થી વધુ વાહનોનું લોકાર્પણ કરવામાં આવશે. આ માટે કંપનીઓની સાથે આયોજકોએ પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ વખતે ચીનની કંપનીઓની ભાગીદારી ઓછી રહેશે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી વિમલ આનંદે જણાવ્યું હતું કે ગત વખતે ઓટો એક્સ્પો માત્ર દિલ્હીના મંડપમમાં યોજાયો હતો, પરંતુ આ વખતે તે ત્રણ ગણો મોટો હશે.
ઓટોમોબાઈલની સાથે તેમાં બેટરી શો અને ટાયર શો પણ સામેલ હશે. ભારત મંડપમમાં ઈલેક્ટ્રોનિક શો પણ યોજાશે. આ વખતે ઓટો એક્સપોમાં 40થી વધુ વાહનો અને અન્ય પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે. જેમાં ફોર અને ટુ વ્હીલર વાહનો અને પેસેન્જર વાહનોનો સમાવેશ થશે. મોટી સંખ્યામાં દર્શકોની અપેક્ષા છે.