આંધ્રપ્રદેશની એક કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ હૃદયદ્રાવક ઘટના કોલેજના સિક્યુરિટી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નારાયણ કોલેજના આ વિદ્યાર્થીએ સવારે 10:15 વાગ્યાના અરસામાં અચાનક વર્ગની વચ્ચે આવીને આ પગલું ભર્યું હતું. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીએ ક્લાસરૂમમાંથી બહાર આવ્યા બાદ બિલ્ડીંગના કિનારેથી છલાંગ લગાવી હતી.
વર્ગમાં અભ્યાસ ચાલુ હતો
ઘટના સમયે વર્ગમાં અભ્યાસ ચાલી રહ્યો હતો. વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે વિદ્યાર્થી કોઈપણ જાતની વાતચીત કર્યા વગર ક્લાસમાંથી નીકળી ગયો હતો. આ પછી તે સીધો બિલ્ડિંગના કિનારે પહોંચ્યો અને ત્રીજા માળેથી નીચે કૂદી ગયો. વિદ્યાર્થીએ આ પગલું ભરતાં જ તેના સહાધ્યાયીઓ બહાર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો.
😞😞Student Suicide 😳😳
A student from Anantapur who is studying intermediate 1st year at Narayana College committed suicide…Details are yet to be known 🙂↕️#CollegePressure #Suicide #StudentLife pic.twitter.com/AIFeNWSDfY
— Nikhil Sai (@Nikhilsai887) January 23, 2025
કારણ હજુ અજાણ, તપાસ ચાલુ છે
આ ઘટના પાછળના કારણો હજુ જાણવા મળ્યા નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીએ આત્મહત્યા જેવું ગંભીર પગલું કેમ ભર્યું તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ઘટનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. તેમજ તેના પરિવારજનો અને મિત્રો સાથે વાત કરીને વિદ્યાર્થીની માનસિક સ્થિતિ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.