Weather Update:હવામાન વિભાગે સોમવારે મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મેઘાલય અને મિઝોરમના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આંધ્ર અને તેલંગાણામાં વરસાદની સંભાવના છે, જે છેલ્લા બે દિવસથી ભયંકર પૂર અને જળબંબાકારથી પીડિત છે. IMD એ તેલંગાણા, ગુજરાત, આસામ, મેઘાલય અને પશ્ચિમ મધ્યપ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
2 સપ્ટેમ્બરે દેશમાં હવામાન અપડેટ
હવામાન વિભાગે મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પશ્ચિમ મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, ગુજરાત પ્રદેશ અને મરાઠવાડામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
IMDએ તેના હવામાન બુલેટિનમાં જણાવ્યું છે કે વિદર્ભમાં અલગ-અલગ સ્થળોએ 20 સેમીથી વધુ વરસાદની સંભાવના છે. પશ્ચિમ મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, ગુજરાત અને મરાઠવાડામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ (12 સે.મી. સુધી) ની શક્યતા છે. તે જ સમયે, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ (7 સેમી) થઈ શકે છે.
હવામાન વિભાગે તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે વાવાઝોડાં અને વરસાદની આગાહી કરી છે. બિહાર, ઝારખંડ, ગુજરાત, કોંકણ, ગોવા, તટીય આંધ્ર પ્રદેશ, યાનમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને છત્તીસગઢમાં અલગ-અલગ સ્થળોએ વીજળી પડવાની સંભાવના છે.
IMD એ આગાહી કરી છે કે ઉત્તર અરબી સમુદ્ર, પશ્ચિમ મધ્ય અને ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રના ઘણા ભાગો અને આસપાસના વિસ્તારોમાં પવનની ઝડપ 35 થી 45 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે.