ગુજરાતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની જામનગર રિફાઇનરીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર આકાશ અંબાણીએ જામગરમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જામનગર રિફાઈનરીના કર્મચારીઓ અને તેમના પરિવારોને સંબોધતા આકાશે કહ્યું કે અમે જામનગરને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રેસર બનાવીશું.
કામ જલ્દી પૂર્ણ થશે
આકાશ અંબાણીએ કહ્યું કે અમે જામનગરમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર કામ કરી રહ્યા છીએ અને તેને વિશ્વના નેતા તરીકે જોવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે અમે જામનગર શૈલીમાં AI પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને 24 મહિનામાં પૂર્ણ કરીશું. આકાશ અંબાણીએ કહ્યું કે તે, ઈશા અને અનંત સાથે મળીને રિલાયન્સને આગળ લઈ જશે અને સુનિશ્ચિત કરશે કે જામનગર હંમેશા રિલાયન્સ પરિવારનું રત્ન બની રહે.
Shri Akash Ambani, Director Reliance Industries Limited commits to develop AI infrastructure in Jamnagar – A Jewel of RIL family – in true spirit of Jamnagar in a short span of 24 months. Along with Ms. Isha and Shri Anant, he commits to work together for RIL’s growth pic.twitter.com/oqfJ77iB3M
— Reliance Industries Limited (@RIL_Updates) January 2, 2025
જામનગર ખાસ રહ્યું છે
પિતા મુકેશ અંબાણી અને માતા નીતા અંબાણીનાં વખાણ કરતાં આકાશે જણાવ્યું હતું કે નવા આઇટી યુગમાં જામનગરને વિશ્વ લીડર બનાવવાનો અમારો ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું કે જામનગર હંમેશા રિલાયન્સ પરિવાર માટે ખાસ રહ્યું છે અને અમે તેના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.