HMPV ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને પીડિત છોકરી પણ સ્વસ્થ થઈ ગઈ છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લેટેસ્ટ અપડેટ આપતાં કહ્યું હતું કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) નવો વાયરસ નથી, આ વાયરસની ઓળખ 2001થી થઈ છે. રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ સારવાર માટે આવેલા 2 મહિનાના બાળકનો HMPV સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો.
હાલ બાળકીની સારવાર ચાલી રહી છે અને તે સંપૂર્ણ સ્થિર છે. રાજ્ય આરોગ્ય વિભાગ એલર્ટ પર છે – કેસ મોનિટરિંગ, નિદાન, જનજાગૃતિ અને અન્ય વ્યવસ્થાઓ માટે તૈયારીઓ કરવામાં આવી છે. નાગરિકોએ HMPV વાયરસના ચેપના લક્ષણોને સમજવું જોઈએ અને શું કરવું અને શું ન કરવું તેની સમજ કેળવવી જોઈએ. હાલમાં, ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ જોવા મળી રહ્યા છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાયરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થા સાથે સતર્ક છે. સાવચેતીના પગલા તરીકે, આરોગ્ય વિભાગે રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MOH, સિવિલ સર્જન, SDH સુપરિન્ટેન્ડેન્ટને 4 જાન્યુઆરીએ એક બેઠક યોજવા અને આ વાયરસના ચેપને લગતી બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો છે.
ગુજરાતમાં, જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલોમાં HMPV વાયરસ સંબંધિત કેસોના નિદાન માટે વ્યવસ્થા કરવામાં આવશે. આગામી સપ્તાહથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકે છે. સામાન્ય નાગરિકોએ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) વિશે ગભરાવાની જરૂર નથી, પરંતુ વાયરસના લક્ષણોને સમજવું અને તેના ચેપ વિશે જાણવું મહત્વપૂર્ણ છે.
મેટાપ્યુમોવાયરસ (HMPV) વિશે મહત્વની બાબતો
- મેટાપ્યુમોવાયરસ (HMPV) એ અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
- આ વાયરસની ઓળખ 2001 થી કરવામાં આવી છે.
- આ વાયરસ ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં શિયાળાની ઋતુમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે.
જો તમને HMPV ના લક્ષણો દેખાય તો શું કરવું
- ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક ઢાંકો.
- નિયમિતપણે સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
- ભીડવાળી જગ્યાઓથી દૂર રહો અને ફ્લૂથી પીડિત લોકોથી ઓછામાં ઓછું એક હાથનું અંતર જાળવો.
- જો તમને તાવ, ઉધરસ કે છીંક આવતી હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો.
- વધુ પાણી પીઓ અને હેલ્ધી ફૂડ ખાઓ.
- મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લો.
- રોગોના ફેલાવાને રોકવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
- શ્વસન સંબંધી લક્ષણોના કિસ્સામાં, ઘરે રહો, અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરો અને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરો.
HMPV ચેપના કિસ્સામાં શું ન કરવું
- જરૂર સિવાય આંખ, નાક કે મોંને સ્પર્શ કરશો નહીં.
- ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત વસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણોને અન્ય કોઈ વ્યક્તિ સાથે સ્પર્શ ન કરવાની કે તેનો ઉપયોગ ન કરવાની કાળજી લેવી જોઈએ.
- સ્વ-દવા ટાળો, જો લક્ષણો વધુ ખરાબ થાય તો આરોગ્ય સંભાળ નિષ્ણાતનો સંપર્ક કરો.
ગુજરાતમાં HMPV વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ સારવાર માટે આવેલા 2 મહિનાના બાળકમાં HMPV પોઝિટિવ જોવા મળ્યો હતો, હાલમાં બાળકની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સંપૂર્ણપણે સ્થિર છે. રાજ્યના આરોગ્ય વિભાગે નાગરિકોને ગભરાટ વિના એલર્ટ રહેવા અને વાયરસના લક્ષણો દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની સલાહ આપી છે.