ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ગુજરાત એટીએસ) અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં ૧૮૦૦ કરોડ રૂપિયાનું ૩૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. તસ્કરોએ ભાગી જતા પહેલા તેને અરબી સમુદ્રમાં ફેંકી દીધું હતું. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી.
મેથામ્ફેટામાઇન હોવાની શંકા
કોસ્ટ ગાર્ડે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા પ્રતિબંધિત ડ્રગ્સ મેથામ્ફેટામાઇન હોવાની શંકા છે અને વધુ તપાસ માટે તેને ATSને સોંપવામાં આવ્યા છે. ATS અને કોસ્ટ ગાર્ડે 12 અને 13 એપ્રિલની રાત્રે ગુજરાતની નજીક ભારતીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
કોસ્ટ ગાર્ડ જહાજને નજીક આવતું જોઈને, બોટ પરના દાણચોરોએ ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધા અને IMBL તરફ ભાગી ગયા, એમ રિલીઝમાં જણાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 1,800 કરોડ રૂપિયાની કિંમતના 300 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે.