રાજસ્થાનના કરૌલીમાં બુધવારે સવારે બસ અને કાર વચ્ચે ભયાનક અથડામણના સમાચાર છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
કરૌલીમાં માર્ગ અકસ્માતની આ ઘટના એટલી ગંભીર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તેમજ આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
#WATCH करौली, राजस्थान: कार और बस की टक्कर में 5 लोगों की मृत्यु हुई। (24.12)
जिला अस्पताल के मुख्य चिकित्सा अधिकारी रमेश मीना ने बताया, "करौली गंगापुर मार्ग पर एक कार और बस की टक्कर में 5 लोगों की मृत्यु हो गई है। सभी एक ही परिवार के हैं। पुलिस द्वारा प्राप्त सूचना के अनुसार वे… pic.twitter.com/ylg5nFUVra
— ANI_HindiNews (@AHindinews) December 25, 2024
તમામ મૃતકો એક જ પરિવારના હતા
કરૌલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર રમેશ મીણાએ જણાવ્યું હતું કે, “કરૌલી ગંગાપુર રોડ પર કાર અને બસ વચ્ચેની ટક્કરમાં 5 લોકોના મોત થયા છે. તમામ મૃતકો એક જ પરિવારના છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ કૈલાદેવીની મુલાકાતે જતા બસમાં સવાર 15 લોકો ઘાયલ થયા હતા.
માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નામ
કરૌલી માર્ગ અકસ્માતમાં મૃતકોની ઓળખ પતિ, પત્ની, પુત્ર-પુત્રી અને મહિલા સંબંધી તરીકે થઈ છે. મૃતકની કારમાંથી મળેલા આધાર કાર્ડ પરથી તમામની ઓળખ થઈ છે. મૃતકોમાં નયન કુમાર દેશમુખ, અનિતા (પત્ની), મનસ્વી (પુત્રી), ખુશદેવ (પુત્ર) અને પ્રીતિ ભટ્ટ (સંબંધી)નો સમાવેશ થાય છે.