ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના રડાર ઇમેજિંગ ઉપગ્રહે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના ફોટા મોકલ્યા છે. હૈદરાબાદમાં ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) એ Radarsat – RISAT-1A દ્વારા લેવામાં આવેલી છબીઓ પ્રકાશિત કરી છે. આ તસવીરોમાં, મહાકુંભમાં મોટા પાયે ફેરફારો જોઈ શકાય છે. આ ચિત્રોમાં નદી પરના તંબુ શહેરો, રસ્તાઓ અને પોન્ટૂન પુલ દેખાય છે.
NRSC ના ડિરેક્ટર ડૉ. પ્રકાશ ચૌહાણે જણાવ્યું હતું કે રડારસેટનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે તે વાદળોમાંથી છબીઓ ક્લિક કરી શકે છે.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે મહાકુંભ મેળો એનું એક તેજસ્વી ઉદાહરણ છે કે કેવી રીતે ટેકનોલોજી અને પરંપરા એકસાથે આવીને બધા માટે સ્વચ્છ, સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.
NRSC અનુસાર, આ છબીઓ 15 સપ્ટેમ્બર, 2023 (કુંભ મેળા પહેલા) અને 29 ડિસેમ્બર, 2024 ની છે. આ છબીઓ EOS-04 (RISAT-1A) ‘C’ બેન્ડ માઇક્રોવેવ ઉપગ્રહ દ્વારા લેવામાં આવી હતી, જે તમામ હવામાનમાં કામગીરી કરવાની ક્ષમતા અને ઉત્તમ રિઝોલ્યુશન (FRS-1, 2.25m) ધરાવે છે.