ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠ નિમિત્તે ચેન્નાઈના મરિના બીચ ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. મરિના બીચ પર રવિવારે આયોજિત ‘એર શો’ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. એર શો પૂરો થયા બાદ અહીં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 5 લોકોના મોત થયા હતા. 40 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ચેન્નાઈમાં 92માં ઈન્ડિયન એરફોર્સ (IAF) દિવસ નિમિત્તે એક ખાસ દ્રશ્ય હતું. અહીં લોકો બીચ પર એર શોની મજા માણી રહ્યા હતા.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિન, એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ, ડીએમકે નેતા દયાનિધિ મારન અને અન્ય ઘણા લોકો બીચ પર એર શોની મજા માણી રહ્યા હતા.
ભારતીય વાયુસેના (IAF) માટે રાષ્ટ્રીય ગૌરવનો દિવસ ચેન્નાઈના મરિના બીચ પર શોકમાં ફેરવાઈ ગયો. શો પૂરો થયા બાદ નાસભાગ મચી ગઈ હતી અને 5 લોકોના મોત થયા હતા.
તમિલનાડુના નાયબ મુખ્ય પ્રધાન ઉધયનિધિ સ્ટાલિન DMK નેતા દયાનિધિ મારન સાથે ચેન્નાઈના મરિના બીચ પર 92માં ભારતીય વાયુસેના (IAF) દિવસ નિમિત્તે આયોજિત એર શોની મજા માણી રહ્યા હતા.
એર શો જોવા માટે તમિલનાડુના અન્ય શહેરોમાંથી લોકો ટ્રેન દ્વારા ચેન્નાઈ પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું કે એર શો દરમિયાન નાસભાગ મચી જવાથી 5 લોકોના મોત થયા હતા અને 40 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.