સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ સીમાં ગુરુવારે ઉત્તર પ્રદેશનો સામનો ઝારખંડ સામે થયો હતો. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં યુપીના કેપ્ટન ભુવનેશ્વર કુમારે મોટું કારનામું કર્યું હતું.
આ મેચમાં તેણે માત્ર મેડન ઓવર જ નથી ફેંકી પરંતુ હેટ્રિક પણ લીધી હતી. ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગના કારણે ઉત્તર પ્રદેશે 10 રનથી મેચ જીતી લીધી હતી. ભુવનેશ્વર કુમારને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
આરસીબીના ચાહકો ખુશ
ભુવનેશ્વર કુમારના આ પ્રદર્શનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકો ખુશ છે. IPL 2025 પહેલા મેગા ઓક્શન થઈ ચૂક્યું છે. આ હરાજીમાં RCBએ કુમારને 10 કરોડ 75 લાખ રૂપિયામાં સામેલ કર્યો હતો. ભુવનેશ્વર કુમાર લીગની 18મી સીઝન પહેલા ફોર્મમાં પરત ફર્યો છે.
યુપી મેચ જીતી ગયું
મેચની વાત કરીએ તો ઝારખંડે પહેલા બોલિંગ પસંદ કરી. પ્રથમ બેટિંગ કરતા ઉત્તર પ્રદેશે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે 28 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય પ્રિયમ ગર્ગે 31 રન અને સમીર રિઝવીએ 24 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ઝારખંડની ટીમ 19.5 ઓવરમાં 150 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભુવનેશ્વર કુમારે 4 ઓવર નાંખી. આ દરમિયાન તેણે 1.50ની ઈકોનોમી સાથે 6 રનમાં 3 વિકેટ લીધી હતી. તેણે નવા બોલ સાથે તેની પ્રથમ ત્રણ ઓવરમાં માત્ર છ રન આપ્યા અને ઝારખંડના બેટ્સમેનો પર સતત દબાણ જાળવી રાખ્યું. ઝારખંડની ઈનિંગની 17મી ઓવર બોલિંગ કરવા આવેલા ભુવનેશ્વરે આ ઓવરમાં કોઈ રન આપ્યો ન હતો. આ સમય દરમિયાન તેણે રોબિન મિંઝ, બાલ કૃષ્ણ અને વિવેક આનંદ તિવારીને પોતાનો શિકાર બનાવ્યા.
કુમાર ચોથો બોલર બન્યો
- ભુવનેશ્વર કુમાર આ સિઝનમાં હેટ્રિક લેનાર ચોથો બોલર બની ગયો છે.
- આ પહેલા આકાશ માધવાલ, શ્રેયસ ગોપાલ અને ફેલિક્સ અલેમાઓ પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
- આ પહેલા ભુવનેશ્વરે ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો હતો. તે જસપ્રીત બુમરાહને પાછળ છોડીને 300 T20 વિકેટ લેનારો પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો.
- તેના નામે 181 IPL વિકેટ અને 90 આંતરરાષ્ટ્રીય વિકેટ છે.
- તમામ ભારતીય બોલરોમાં માત્ર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (364), પીયૂષ ચાવલા (319) અને રવિચંદ્રન અશ્વિન (310) જ તેનાથી આગળ છે.