લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત અને યુવા સ્પિનર દિગ્વેશ સિંહ રાઠી બંનેને IPL નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સજા ફટકારવામાં આવી હતી. લખનૌ ભલે મુંબઈ ઇન્ડિયન્સ સામે ૧૨ રનથી જીત્યું હોય, પરંતુ બીસીસીઆઈએ પંત અને દિગ્વેશ પર ભારે દંડ ફટકાર્યો.
મેચ દરમિયાન લખનૌને સ્લો ઓવર રેટ માટે સજા કરવામાં આવી હતી અને કેપ્ટન પંતને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે દિગ્વેશને તેની મેટ ફીના ૫૦ ટકા એટલે કે ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બોલિંગ કરતી વખતે બેટ્સમેનને આઉટ કર્યા પછી ફરીથી અભદ્ર હાવભાવ કરવા બદલ તેને આ સજા મળી. પાછલી મેચમાં પણ તેણે નોટબુક સેલિબ્રેશન કર્યું હતું, જેના કારણે તેને સજા થઈ હતી.
દિગ્વેશ સિંહ જ નહીં, કેપ્ટન ઋષભ પંતને પણ દંડ ફટકારવામાં આવ્યો
IPL દ્વારા જારી કરાયેલા એક રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતને શુક્રવારે એકાના સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ધીમો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. IPL આચારસંહિતાના કલમ 2.2 હેઠળ, જે સ્લો ઓવર રેટ સાથે સંબંધિત છે, તે સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હોવાથી, પંત પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, બીસીસીઆઈએ લખનૌના યુવા સ્પિનર દિગ્વેશ રાઠી પર પણ દંડ ફટકાર્યો. લખનૌના સ્ટાર બેટ્સમેન દિગ્વેશ મુંબઈ સામે આઈપીએલ આચારસંહિતાનું ઉલ્લંઘન કરતો જોવા મળ્યો હતો. તેથી, તેને તેની મેચ ફીના ૫૦ ટકા એટલે કે ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.
મુંબઈ સામેની મેચમાં ઉજવણી કરવા બદલ દિગ્વેશને દંડ ફટકારવામાં આવ્યો હતો. મુંબઈના બેટ્સમેન નમન ધીરના આઉટ થયાની ઉજવણી નોટબુક શૈલીમાં કરવા બદલ તેમની ભારે ટીકા થઈ હતી.
આ સિઝનના કલમ 2.5 હેઠળ તેનો બીજો લેવલ 1 ગુનો હતો અને તેથી તેને બે ડિમેરિટ પોઈન્ટ મળ્યા. અગાઉ, તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો હતો, જે તેને 1 એપ્રિલ 2025 ના રોજ પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચ દરમિયાન મળ્યો હતો.