ન્યૂઝીલેન્ડે T20 સિરીઝની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 9 વિકેટે હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડના બોલરોએ પાકિસ્તાનને ફક્ત 91 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી, ટીમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર 10.1 ઓવરમાં મેચ જીતી લીધી. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સીફર્ટે વિસ્ફોટક બેટિંગ કરી. તેણે 44 રનની ઇનિંગ રમી. જ્યારે જેકબ ડફીએ 4 વિકેટ લીધી.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ન્યુઝીલેન્ડને 92 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, ન્યુઝીલેન્ડે 10.1 ઓવરમાં મેચ જીતી લીધી. ટીમ તરફથી ટિમ સીફર્ટ અને ફિન એલન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન, સેફર્ટે 29 બોલનો સામનો કરીને 44 રનની ઇનિંગ રમી. તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.
એલનની વાત કરીએ તો, તેણે અણનમ 29 રન બનાવ્યા. એલને 17 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ટિમ રોબિન્સને અણનમ ૧૮ રન બનાવ્યા. આ રીતે ન્યુઝીલેન્ડે આ મેચ 9 વિકેટથી જીતી લીધી.
New Zealand win the first match by nine wickets.
The second T20I will take place on Tuesday 🗓️#NZvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/v4Mq81v6YS
— Pakistan Cricket (@TheRealPCB) March 16, 2025
પાકિસ્તાની બેટ્સમેન ખરાબ રીતે ફ્લોપ થયા –
પાકિસ્તાની ટીમ ૧૮.૪ ઓવરમાં ૯૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના માટે ખુશદિલ શાહે 32 રનની ઇનિંગ રમી. તેણે 3 છગ્ગા ફટકાર્યા. કેપ્ટન સલમાન આગાએ 20 બોલમાં 18 રન બનાવ્યા. ઓપનર મોહમ્મદ હરિસ અને હસન નવાઝ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહીં. આ બંને ખેલાડીઓ શૂન્ય રન પર આઉટ થયા. ઇરફાન ખાન 1 રન બનાવીને આઉટ થયો.
પાંચ મેચની શ્રેણીમાં ન્યુઝીલેન્ડે લીડ મેળવી –
ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણી રમાઈ રહી છે. આ જીત સાથે, ન્યુઝીલેન્ડે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે બીજી મેચ 18 માર્ચે ડ્યુનેડિનમાં રમાશે. આ પછી ત્રીજી મેચ ઓકલેન્ડમાં યોજાશે. ચોથી મેચ 23 માર્ચે અને પાંચમી મેચ 26 માર્ચે રમાશે.