બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-24ની પાંચમી અને છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમાઈ રહી છે. સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. મેચમાં સૌથી મોટો ફેરફાર કેપ્ટન રોહિત શર્માના રૂપમાં જોવા મળ્યો હતો. રોહિતને સિડની ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે અચાનક મેચ બાદ વિરાટ કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો. અહીં રોહિત ડ્રોપ થયો અને બીજી તરફ વિરાટને કેપ્ટનશિપ મળી. તો ચાલો જાણીએ શું છે આખો મામલો અને શા માટે આવું કરવામાં આવ્યું.
તમને જણાવી દઈએ કે સિડની ટેસ્ટમાં રોહિત શર્માની જગ્યાએ વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહને ભારતની કમાન સોંપવામાં આવી હતી. મેચના બીજા દિવસે જસપ્રીત બુમરાહ અચાનક જ મેદાનની બહાર નીકળી ગયો હતો. બુમરાહના બહાર થયા બાદ વિરાટ કોહલી કેપ્ટન તરીકે મેદાન પર હાજર છે. આ રીતે રોહિત શર્માના ડ્રોપ બાદ કોહલીને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
બુમરાહ મેદાનની બહાર કેમ ગયો?
કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રીએ કહ્યું કે બુમરાહને સ્કેન માટે મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હશે. બુમરાહ પહેલા મેદાનની બહાર ગયો અને પછી લગભગ અડધા કલાક પછી તે મેડિકલ ટીમ સાથે સ્ટેડિયમની બહાર નીકળતો જોવા મળ્યો. બુમરાહ મેડિકલ ટીમ અને સપોર્ટ સ્ટાફ સાથે કારમાં બહાર આવ્યો હતો. બુમરાહનું આ રીતે બહાર જવું ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. સિડની ટેસ્ટના બીજા દિવસ સુધી બુમરાહે 10 ઓવર ફેંકી છે, જેમાં તેણે 2 વિકેટ લીધી છે.
રોહિત શર્મા કેમ થયો ડ્રોપ?
ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ખરાબ ફોર્મના કારણે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેણે શ્રેણીની ત્રણ ટેસ્ટ રમી અને ત્રણેય ટેસ્ટમાં તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો. ત્રણ મેચની પાંચ ઇનિંગ્સમાં હિટમેનનો હાઇ સ્કોર માત્ર 10 રન હતો.