અકસ્માતના કારણે બજારમાં ભયનો માહોલ
બેઇજિંગની સરહદે આવેલા હેબેઇ પ્રાંતમાં સ્થિત ઝાંગજિયાકોઉએ 2022 વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ઝાંગજિયાકોઉ શહેરમાં આ અકસ્માતને કારણે બજારમાં ભારે તારાજી સર્જાઈ હતી. સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે અને સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
આના થોડા દિવસો પહેલા ચીનના ઝુહાઈથી રોડ અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. ડ્રાઈવર બેકાબૂ વાહન લઈને ભીડમાં ઘુસી ગયો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 43થી વધુ લોકો ઘાયલ થયા છે.
ચીનના ઝુહાઈમાં પણ એક અકસ્માત થયો હતો.
રિપોર્ટ અનુસાર ચીનનો પ્રતિષ્ઠિત એર શો હાલમાં ઝુહાઈમાં ચાલી રહ્યો છે. જેના કારણે શહેરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ હાઈપ્રોફાઈલ ઈવેન્ટ દરમિયાન, 62 વર્ષનો ડ્રાઈવર નિયંત્રણ બહારના વાહન સાથે સૌથી વ્યસ્ત વિસ્તારમાં પહોંચ્યો હતો. ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ અકસ્માત છે કે હિટ એન્ડ રનનો મામલો, તે હાલ સ્પષ્ટ નથી