કોઈપણ જાહેરાત વિના સોમવારે યુક્રેનની રાજધાની કિવ પહોંચેલા જર્મનીના ચાન્સેલર ઓલુફ શુલ્ઝેએ 2025માં યુક્રેનિયન આર્મીને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપવાની જાહેરાત કરી છે. યુક્રેનને ખાતરી પણ આપી કે જર્મની પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ ડિસેમ્બરમાં યુક્રેનને $680 મિલિયનની સૈન્ય સહાય આપશે.
જર્મન ચાન્સેલરની પુતિનને ચેતવણી
યુદ્ધ દરમિયાન શુલ્ટ્ઝની યુક્રેનની આ બીજી મુલાકાત હતી. શુલ્ટ્ઝ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુક્રેનિયન આર્મીને ચોક્કસ સ્થાનોની સુરક્ષા માટે બે ડઝન નવી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની જરૂરિયાત વિશે જણાવ્યું હતું.
કિવમાં શુલ્ટ્ઝે કહ્યું, રશિયન રાષ્ટ્રપતિ પુતિનને સ્પષ્ટપણે કહેવા માંગે છે કે અમે યુક્રેનની સાથે છીએ અને ભવિષ્યમાં પણ સાથે ઉભા રહીશું. તેમણે કહ્યું, રશિયન રાષ્ટ્રપતિએ યુક્રેનમાંથી પોતાની સેના પાછી ખેંચી લેવી જોઈએ, પ્રાદેશિક શાંતિ માટે આ જરૂરી છે.
અમેરિકા 725 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપશે
અમેરિકા હવે યુક્રેનને $725 મિલિયનની શસ્ત્ર સહાય આપવાની તૈયારી કરી રહ્યું છે. આ સહાયમાં, ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવાની સિસ્ટમ્સ, એન્ટી લેન્ડમાઈન સિસ્ટમ્સ અને લાંબા અંતરની રોકેટ સિસ્ટમ્સ આપવામાં આવશે. આ વધારાની સૈન્ય સહાયથી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાષ્ટ્રપતિ જો બિડેન 20 જાન્યુઆરીએ પોતાનો કાર્યકાળ પૂરો કરતા પહેલા, યુક્રેનને પૂરતા શસ્ત્રો આપવા માંગે છે જેનાથી તે રશિયા સાથે ઘણા મહિનાઓ સુધી સરળતાથી લડી શકે.