રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હવે અમેરિકા અને બ્રિટન પર મોટો હુમલો કરવાની ધમકી આપી છે. યુક્રેન દ્વારા અમેરિકા અને બ્રિટનની મિસાઈલોનો ઉપયોગ કરીને રશિયા પર હુમલો કર્યા બાદ પુતિનની આ ધમકી આવી છે.
બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવાની ધમકી આપી હતી
રશિયાએ યુક્રેન પરના હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલી નવી બેલેસ્ટિક મિસાઈલથી બ્રિટન પર હુમલો કરવાની ધમકી આપી છે. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ બ્રિટનની સૈન્ય સુવિધાઓને નિશાન બનાવશે. બીજી તરફ બ્રિટિશ સરકારે વ્લાદિમીર પુતિનની નિંદા કરતું નિવેદન જાહેર કર્યું છે. સરકારે કહ્યું કે રશિયાએ યુક્રેનમાં સંઘર્ષને વધારવા માટે બેલેસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કર્યો છે.
જે આપણને નુકસાન પહોંચાડશે તે પણ ભોગવશે
પુતિને એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું કે તેઓ એવા લોકો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરશે જેઓ રશિયા પર હુમલો કરવા માટે યુક્રેનને હથિયાર આપી રહ્યા છે. તેમણે કહ્યું કે જે દેશોને નિશાન બનાવવામાં આવશે તેમને સુરક્ષિત સ્થાનો પર જવા માટે અગાઉથી ચેતવણી આપવામાં આવશે.
ICBM હુમલા પર પુતિને શું કહ્યું?
પુતિને ડીનીપ્રો પર હુમલા અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા અમેરીકા અને બ્રિટનની લાંબા અંતરની મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને 21 નવેમ્બરે તેના જવાબમાં અમે યુક્રેનની સંરક્ષણ ઉદ્યોગની એક સુવિધા પર સંયુક્ત હુમલો કર્યો હતો.
પુતિને કહ્યું કે યુક્રેને નવી મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (MRBM)નું પરીક્ષણ કર્યું છે.